ઉના તાલુકાના વાંસોજ ગામે આધેડની હત્યા નીપજાવવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી હતી.

ગીર સોમનાથ

ઉના તાલુકાના વાસોજ ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા મસરીભાઈ ઉર્ફે બોઘાભાઈ કાનાભાઈ શિયાળ રાત્રિના જમી ને સૂતા હોય જેમને મોડી રાત્રે અજાણ્યા હત્યારાઓએ કુહાડી જેવા હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોય જે અંગેની જાણ સ્થાનિકો દ્વારા નવાબંદર પોલીસને કરવામાં આવતા નવાબંદર પોલીસ અને ગીર સોમનાથ જિલ્લા એલસીબી સહિતનો કાફલો વાંસોજ ગામે દોડી આવ્યો હતો અને મૃતક મસરીભાઈ ના મૃતદેહને ઉના સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો નાના એવા વાંસોજ ગામમાં હત્યા નો બનાવ બનતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા પણ દોડી આવ્યા હતા.

હત્યા કરનાર આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી હતી ત્યારે આ મસરી ભાઈની હત્યા કોણે કરી ? શા માટે કરી ? જેનું રહસ્ય હજુ અકબંધ છે તેમજ આ થયેલ હત્યાનો 24 કલાક જેટલો સમય વીતવા છતાં પણ હજુ સુધી હત્યા કરનાર ને ગીર સોમનાથ જિલ્લા પોલીસ શોધી શકી નથી.

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)