*ઉનાના વડવિયાળા ગામે સિંહણનું માર્ગ અકસ્માતમાં મોત થયું, જેને વન વિભાગે ઈન ફાઇટમાં દર્શાવ્યું ?*
ગીર :
ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાં સિંહોનું આવી જવું હવે સામાન્ય બાબત છે. છાશવારે સિંહો દ્વારા રાત્રિ દરમિયાન ગામડાઓમાં પ્રવેશી પશુઓનું મારણ કરવાના બનાવો પણ બનતા હોય છે. તેમજ દિવસ દરમિયાન પણ ક્યારેય સિંહો ખેતરોમાં જોવા મળી જતા હોય છે..
*ઉના ગીર ગઢડા રોડ ઉપર વડવિયાળા ગામે ટેલિફોન એક્સચેન્જની સામે વાહનની અડફેટે 3 વર્ષની સિંહણનું અકસ્માત* નીપાજેલું..તા.૩-૫-૨૦૨૪ ની રાતે આશરે 1.00 વાગ્યા આસપાસ રોડ ઉપર માદા સિંહ બાળનો કોઈ વાહન સાથે અથડામણમાં મોત નિપજયુ હતું.જેની જાણ જંગલ વિભાગને થતા આ બનાવને જંગલ વિભાગે ઈન ફાઇટનું કારણ આપીને અકસ્માતની ઘટનામાં ખપાવવાનો અને સાચી હકીકત છૂપાવવાનો પ્રયાસ કરેલ..
આ અંગે જંગલ વિભાગના જસાધાર રેન્જના આરએફઓ ભરવાડએ તેમજ ફોરેસ્ટ ગાર્ડ હિતેષ બારોટેઆ બાબતને ના બતાવવા તેમજ સિંહણનું ઈન ફાઇટમાં મોત નિપજ્યું હોવાનું કહેલું… આમ આ બનાવને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ બનાવને ઈન ફાઇટમાં ખપાવવાની કોશિશ શા માટે કરેલ…? બનાવની વિગત મેળવવા અનેક વાર ફોન કરવા છતાં પ્રેસ નોટ કે અન્ય વિગત આપી નહોતી.
આ અંગે વન વિભાગના અધિકારીઓ પાસે માહિતી મેળવવા ફોન કરેલો ત્યારે સાચી માહિતી આપવાને બદલે અન્ય વાતોમાં ગુમરાહ કરેલ તેમજ સાચી માહિતી છુપાવવા કહેલું અને અવાર નવાર ફોન કર્યા બાદ પણ જસાધાર ઓફિસ સુધી મુલાકાત લીધા બાદ ત્યાં આર એફ ઓ હાજર ન હતા તેમ જ ટેલીફોનિક વાત કરતા બહાર હોવાનું કહેલ અને 36 કલાક બાદ સાંજના સમયે ખોટી પ્રેસ નોટ જાહેર કરેલ જેમાં સાચી વિગત દર્શાવી ન હતી તેમજ પ્રેસ નોટ માં આખલાનો ઉલ્લેખ કરેલ તે અંગે વડવિયાળા ગ્રામજનો સંપર્ક સાધતા આજુબાજુના સ્થળ નજીક રહેતા લોકોએ જણાવેલ કે ત્યાં આવો કોઈ આખલો ઘાયલ થયેલ હાલતમાં કોઈએ જોયેલ ન હતો અને સ્થળ પર રોડની વચ્ચે સિંહનો વહી ગયેલ લોહી તેમ જ પારે વાહને બ્રેક મારતા ટાયર ના નિશાનો જોવા મળેલ અને સ્થાનિકોના કહ્યા પ્રમાણે આ સિંહનું ટ્રક સાથે અકસ્માત થયાનું જાણવા મળ્યું હતું
*જ્યારે વન વિભાગ દ્વારા પોતાનો લૂલો બચાવ કરવા કોઈપણ અધિકારીના સહી સિક્કા વગરની પ્રેસનો જાહેર કરેલ હતી*
જેમાં જણાવ્યું હતું કે વડવિયાળા ગામ પાસે વહેલી સવારના સમયે આંખલાનું માળણ કરવા કોશિશ કરેલ તે સમયે મોત થયેલ જે અંગેની જાણ વન વિભાગ ના અધિકારીને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવેલ સ્થળ પર તપાસ કરતા એક આંખનો જીવતો મળી આવેલો તેના શરીર પર લાગેલા તાજા નિશાન પંજાના નવો તથા સિંહના દાંતના નિશાનો શરીરના ભાગે જોવા મળેલ અને બાજુના ભાગે સિંહણનો મૃતદે પડેલ તેની તપાસ કરતા સિંહણના શરીરના ભાગે મૂંડમારના નિશાન તેમ જ ગંભીર ઈજાના નિશાન જોવા મળતા સિંહ અને આખલા વચ્ચે અથડામણ થયેલ હોય જેમાં સિંહનું મોત નીપજતા સિંહણના મૃતદેહને પીએમ અર્થે જસાધાર ખસેડાઈ હતી..
*આ ત્રણ વર્ષની માદા સિંહણનું વાહન સાથે ના અકસ્માતના મૃત્યુ માટે કોણ જવાબદાર..?*
અહી પૂરપાટ ઝડપે રાત્રીના સમયે ચાલતા મોટા મોટા ડમ્પરો કે જેને કોઈની રોક ટોક નથી. કે ફરી આ વાહન અડફેટે સિંહના મોતને ઈન ફાઇટમાં ખપાવવા ની કોશિશ કરનાર આ ફોરેસ્ટ કર્મીઓ…? શું આવી ઘટના છૂપાવવા બદલ આવા કર્મીઓ વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવાશે કે બદલી આપીને સંતોષ માનવામાં આવશે .?
*મીડિયાકર્મી અને વન વિભાગના અધિકારી હિતેશ બારોટનો વાર્તાલાપ*
હિતેશ બારોટ: હાલો
મીડિયાકર્મી:નમસ્કાર સાહેબ વડાવિયાળા ગામ આજુબાજુ ડમ્પર ચાલકે સિંહણને અડફેટે લીધી હતી એવી કોઈ ઘટના બની છે?
હિતેશ બારોટ: ના ઈન ફાઇટ જેવું હતું અને સારવાર અર્થે ઓલા પણે છે
મીડિયાકર્મી: ક્યાં
હિતેશ બારોટ:જશાધાર
મીડિયાકર્મી: ઈન ફાઇટનો મામલો છે ડેથ થઈ કે ?
હિતેશ બારોટ: હમ..હમ..હમ ના ડેથ નથી થઈ સારવારમાં છે
મીડિયાકર્મી: એવું છે અંદાજિત કેટલા વર્ષની?
હિતેશ બારોટ: અંદાજિત બે થી ત્રણ વર્ષની પણ… ઇ મેટર રેવા દેજો ને ઇ નો લેતા
મીડિયાકર્મી:એવું છે
હિતેશ બારોટ: રેવા દયો ને હું બીજી મેટર આપુ દીવમાં રેસ્કયું કર્યું ને.
મીડિયાકર્મી: એ તો વિગત મળી ગઈ
હિતેશ બારોટ:આવી ગઈ વિગત ? દીવથી તમારી પાસે આવી હશે પણ ગુજરાતની તમને મોકલાવું.
*આ સર્જાયેલ અકસ્માત અંગે પર્યાવરણ પ્રેમી ભીખુભાઇ બાટા વાળાએ જણાવ્યું હતુ કે*
ગીર પૂર્વમાં જસાધાર રેન્જમાં ગીર ગઢડા રાઉન્ડના ગીર ગઢડા ઉના રોડ પર જાણે કે આ રોડ શેડ્યુલ વનના વન્ય પ્રાણીઓ સહિતના વન્ય પ્રાણીઓ માટે કબ્રસ્તાન સાબિત થતું હોય તેમ છાસવારે આ રોડ ઉપર ગેરકાયદે ચાલતા ઓવરલોડ ડમ્પરો દ્વારા વન્ય પ્રાણીના મોત થયા હોવાના બનાવો બને છે અગાઉ પણ શિયાળ,જરખ,રોજ,હરણ,નીલગાય સહિતના પ્રાણીઓના મોતના બનાવો બન્યા છે જે વન વિભાગ એ દબાવવાનો અને છુપાવવાનો પ્રયાસ કર્યો છે પણ જાગૃત નાગરિક અને જાગૃત પત્રકારોએ આ બાબતને ઉજાગર કરી અને અગાઉ અવાર નવાર માધ્યમોમાં પણ સમાચાર પ્રસિદ્ધ કરેલ છે ગઈકાલ રાત્રે અંદાજે 12:00 વાગ્યે બેફામ અને બેખૌફ ચાલતા સ્ટોન ક્રશરના વાહનો જે વાહનની અંદર ઓવરલોડ ખનીજ ભરે હતું તે વાહન પરત ફરી રહ્યું હતુ ત્યારે વડવિયાળા ગામ નજીક શેડ્યુલ વનની સિંહણને મોતને ઘાટ ઉતારી દીધેલી જે સિંહણ ના મોત બાદ વન વિભાગ ને ઉપલા અધિકારીને જાણ કરવાની જગ્યાએ વન વિભાગ એ આમાં બનાવ ને છુપાવવા કોશિશ કરી આ બાબતને ગામના જાગૃત નાગરિકો અને જાગૃત પત્રકારોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી તો આની અંદર સિંહણ નું મોત અકસ્માતમાં થયું હોવાનું દેખાઈ આવતું હતું અને આર એફ ઓ તેમજ તે વિસ્તારના ફોરેસ્ટ ગાર્ડ તો વળી બધાથી આગળ નીકળ્યો હોય એ રીતે પત્રકારોને કહેલ કે આ બધું રહેવા દો ને ખાનગી રાખવાનું છે એલા ભાઈ આ જાહેર છે વન્ય પ્રાણી છે શેડ્યુલ વનના વન્ય પ્રાણી છે અને એને જો મારી નાખવા માટે આ તમારા વન વિભાગને આ લોકો પૂરેપૂરા હપ્તા આપે છે એટલે બેફામ અને બે ખોફ ઓવરલોડ વાહનો ભરાય છે અને વન વિભાગને આમાં જલસા છે એટલે તેને સિંહણ ની કિંમત નથી એને તો પોતાના બેંક બેલેન્સ વધે તેની કિંમત હોય એવું માનવું છે પણ આ બાબતની વન વિભાગ તો નહીં જ તપાસ કરે પણ એસીએફ, ડી સી એફ, ધારીના ઉચ્ચ અધિકારી દ્વારા જો તપાસ કરવામાં આવે તો આવા તો અનેક વન્ય પ્રાણીઓ મૃત્યુ પામેલાના કબ્રસ્તાન છે અને એના હાડપિંજર નીકળે એમ છે રોડ ઉપર શેડ્યુલ વન સહિતના પ્રાણીઓના મોત થાય છે એના માટે બેફામ અને બેખોફ પણે દોડતા વાહનોની સ્પીડ લિમિટ કરવા તથા સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
અહેવાલ :- હુસેન અહેમદ ભાદરકા (ગીર)