કાળા કાચવાળી કારમાં આવેલ ૩ શખ્સોનુ કારસ્તાન ઉનાનાં વેરાવળ રોડ ઉપર રહેતા આધેડને વિશ્વાસમાં લઈ દાગીનાની ઉઠાંતરી
ઉનાના વેરાવળ રોડ પર રહેતા આઘેડને કાર લઈને આવેલ ત્રણ શબ્સોએ વિશ્વાસમાં લઈ સોનાનો ચેઈન અને વીંટી લઈ નાસી જતા પોલીસે સીસીટી ના આધારે તપાસ હાથ ધરી હતી.
વિગત ત એવા પ્રકારની છે કે, ઉનાના વેરાવળ રોડ પર આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં રહેતા જેસીગભાઈ પુંજાભાઈ જોગદીયા નિત્ય ક્રમ પ્રમાણે પોતાની દીકરીને શાળાએ લેવા મુકવા જતા હોય છે ત્યારે સવારના ૭:૦૦ વાગ્યાની આસ પાસના સમયે પાસે બેસેલ નગ્ન વ્યક્તિએ જેસીંગભાઈ દીકરીને શાળાએ મૂકી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પોતાના ઘર પાસે સિલ્વર કલરની કાળા કાચ વાળી કાર લઈને ત્રણ અજાણ્યા શખ્સો ઉભેલ હોય જેમણે જેસીગભાઈ ને પૂછેલ કે શિવ આશ્રમ ક્યાં આવેલો છે ત્યારે જેસીગભાઈએ કહેલ કે ખબર નથી આવું કહ્યું હતું આ કારમાં કારના ડ્રાઈવર અને તેમની બાજુમાં રહેલ નગ્ન વ્યક્તિ અને એક પાછળ વ્યક્તિ મળી કુલ ત્રણ વ્યક્તિઓ સવાર હતા. જેમાં ડ્રાઈવરને બોલાવી માથે હાથ ફેરવી સો રૂપિયાની નોટ આપેલ જે નોટ જેસીંગભાઈએ લેવાની ના પાડતા કહેલ કે પ્રસાદી છે આવું કહેતા જેસીગભાઈએ ૧૦૦ ની નોટ સ્વીકારી હતી જે બાદ નગ્ન સાધુએ જેસીંગભાઈ પાસેથી સોનાની માળા અને વીંટી માંગતા જેસીગભાઈએ આપેલ અને નગ્ન સાધુએ પરત કરેલ જે બાદ ફરી માંગતા | જેસીંગ ભાઈએ ફરી આપી હતી જે બાદ નગ્ન સાધુએ કહેલ કે આ ચેઇન વીંટી મારે ધર્માદાના કામમાં ભંડારામાં વાપરવાનુંછે આનાથી તું સુખી થઈશ અને – ઘરમાં સાઢં થશે અને તારા બાળકોસુખી થશે આવું કહી આ કાળા રંગના કાચ વાળી સિલ્વર કલરની કાર લઈ આવેલા ત્રણ અજાણ્યા શખ્સો એક સોનાનો ચેઈન જેની કિંમત ૮૦ હજાર અને એક સોનાનીદ વીંટી જેની કિંમત ૧૬,૦૦૦ મળી કુલ ૯૬ હજાર નો મુદ્દામાં લઈ નાસી જતા ઉના પોલીસે ત્રણ ઇસમો વિઢદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.
અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)