ગીર સોમનાથ જિલ્લામાં જનસહભાગથી માનવતાને સમર્પિત કાર્યરૂપ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉના ખાતે યોજાયો હતો. જિલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટી તંત્ર અને દિવ્ય જ્યોત બ્લડ બેંકના સહયોગથી યોગ કેન્દ્ર, વરસિંગપુર રોડ, ઉના ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કેમ્પમાં મહેસૂલ, પંચાયત અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે સાથે ઉના અને ગીરગઢડા તાલુકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સૌના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 284 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું, જે સમાજ માટે જીવનદાયી સાબિત થશે. “આપનું નાનું યોગદાન કોઈના માટે જીવનરક્ષક બની શકે છે” તેવી ભાવનાને સાર્થક કરતાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ઉના નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, પ્રાંત અધિકારી કે.આર. પરમાર, ગીરગઢડા TDO ત્રિવેદી, ઉના મામલતદાર ડી.કે. ભીમાણી, TDO કે.પી. ચાવડા, THO ડો. વિપુલ દુમાતર, P.I. એમ.એન. રાણા, ચીફ ઑફિસર જે.જે. ચૌહાણ, ઉના તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, ગીરગઢડા તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, આરોગ્ય વિભાગના સ્ટાફ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ