ઉપલેટા: ડુમિયાણી નજીકના ટોલનાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા દાદાગીરી, બેરિયર તોડી પાસ થયો


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી નજીક આવેલ ટોલનાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા દાદાગીરી કરાતી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા બસ બેફામ હંકારી ટોલ બૂથ પરનું બેરિયર તોડી ને પાસ થયો હતો. આ ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ટોલ પ્લાઝાના સંચાલકોએ જમાવટપૂર્વક ઉપલેટા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે અને વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈર તથા માલિક સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. જોકે ફરિયાદ નોંધાવ્યાના કલાકો બાદ પણ હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો ટોલ સંચાલકોનો આક્ષેપ છે.

ટોલ પર ટ્રાવેલ્સના આવા બેફામ વ્યવહારને કારણે ત્યાં કાર્યરત કર્મચારીઓના જીવ પર જોખમ ઊભું થયું છે. ટોલ સંચાલકો દ્વારા આ બાબતે પોલીસ કામગીરી પર પણ સવાલ ઉઠાવાયા છે.

હવે જોવાનું એ રહેશે કે ઉપલેટા પોલીસ દાદાગીરીના આ ચેતવણીજનક ઘટનામાં કેટલીએ ગંભીરતાથી પગલાં લે છે.