જૂનાગઢ: ગીત “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા”થી હદયમાં વસેલા ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિ, જ્ઞાનપીઠ પુરસ્કૃત શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિતે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ગુજરાતી ભવન ખાતે એક સાત્વિક અને કાવ્યમય કાર્યક્રમ યોજાયો.
પ્રો. વિશાલ આર. જોશીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીની કવિતાઓનું ગાન અને પઠન કરીને તેમનાં સાહિત્યપ્રેમ પ્રગટાવ્યો. કાર્યક્રમની શરૂઆત ડો. પારુલ ભંડેરીના માર્ગદર્શનથી થઈ હતી અને વિદ્યાર્થી ક્રિષ્નાબાએ કવિશ્રી પર પોતે લખેલી રચના રજૂ કરી હતી.
કાર્યક્રમમાં ઉમાશંકર જોશીના જીવનપ્રસંગો, દેત્રોજ અને વિરમગામના જેલવાસથી માંડીને તેમનો રાજ્યસભાનો પ્રવાસ અને સાહિત્યસાધનાનું વિસ્ફોટક વર્ણન કરવામાં આવ્યું.
યુનિવર્સિટીના કૂલપતિ પ્રો. પ્રતિાપસિંહજીએ દુરવાણી દ્વારા ઉમાશંકર જોશીની કવિતાઓમાં વસેલા ગુજરાતના ગૌરવની વ્યાખ્યા આપી હતી અને "મારું જીવન એ જ મારી વાણી"
જેવી પંક્તિઓનો ઉલ્લેખ કરીને યુવાવર્ગને લેખન માટે પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડો. પારુલ ભંડેરી અને આભારવિધિ ડો. કિશોર વાળાએ કર્યું હતું. સાહિત્યમય આ સંધ્યાએ ઉમાશંકર જોશીની યાદને હ્રદયમાં પાથરી ઉત્સવમાં રૂપાંતરિત કરી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ