એક વર્ષથી ભાવનગર જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર કાચા કામના કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ.

ભાવનગર

પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ વરતેજ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૨૩ માં દાખલ થયેલ ખુન કેસના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ભાવનગર જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર થઇ ગયેલ કાચા કામના આરોપી હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ હાલ ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ પાસે આવેલ શ્રીજી સોડાની દુકાન પાસે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ કાચા કામના કેદી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ઘરેલ છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)