
જૂનાગઢ, તા. ૫ મે ૨૦૨૫:
ખેડૂત હિતને કેન્દ્રમાં રાખી સરકાર દ્વારા હાલ ફાર્મર રજિસ્ટ્રી (Farmer Registry) અંગે નોંધણી ઝુંબેશ શરૂ કરાઈ છે. એગ્રી સ્ટેક (Agri Stack – DPI) અંતર્ગત ગામ સ્તરે યોજાઈ રહેલી આ ઝુંબેશમાં રાજ્યના તમામ PM-KISAN યોજનાના લાભાર્થીઓ તેમજ નવા ખેડૂતોએ ફરજિયાત રીતે રજિસ્ટ્રેશન કરાવવું રહેશે.
રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, આગામી સમયમાં સરકારની કૃષિલક્ષી યોજનાઓનો લાભ ફાર્મર રજિસ્ટ્રી આધારિત જ આપવામાં આવશે. એટલે કે, જે ખેડૂતો રજિસ્ટર રહેશે એ જ વિવિધ યોજનાઓનો લાભ સહેલાઈથી મેળવી શકશે.
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો:
- જમીનના દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
ખેડૂતો પોતાની ખેડૂત નોંધણી (Farmer ID) મેળવા માટે ગામની ગ્રામ પંચાયત, VCE અથવા CSC સેન્ટર પર જઈ શકશે. ઉપરાંત, ખેડૂત પોતે પણ ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરી શકે છે. નોંધણી માટે વેબસાઇટ છે:
🔗 https://gjfr.agristack.gov.in
જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભાઈઓને ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ છે કે તમામ ખાતેદારોએ પોતાની રજિસ્ટ્રી વહેલી તકે કરાવવી. સાથે જ આ બાબતની માહિતી ગામમાં વધારેને વધારે ખેડૂતો સુધી પહોંચે તે માટે પણ સહયોગ આપવા અપિલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
તમારા વિસ્તારના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, VCE, ખેતી અધિકારી, તાલુકા અમલકાર અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધવો.
અહેવાલ :– નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ