સુરત :
રાજકોટની ઘટનાને પગલે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતની અન્ય મહાનગર પાલિકાઓના અધિકારીઓના પણ હાઈકોર્ટે કાન આમળ્યા છે. તેને પગલે હવે સુરત ફાયર વિભાગને પણ પોતાની ફરજ, ડ્યૂટી યાદ આવી છે.
આજે સવારથી સુરતના ફાયર વિભાગે મનપાના વિવિધ ઝોનમાં ચેકિંગ, સીલીંગની કામગીરી શરૂ કરી છે. માર્કેટ, દુકાનો, હોટલ, હોસ્પિટલો, સ્કૂલો બધા ઠેકાણે જઈને ફાયરના કર્મચારીઓ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તે ચેક કરી રહ્યાં છે અને જ્યાં નહીં હોય ત્યાં સીલીંગની કામગીરી કરી રહ્યાં છે.ઉધના ઝોનમાં આવેલી ઉધના બસ ડેપો સામે આવેલું અનુપમ એમેન્ટી સેન્ટર, ઉધના નવસારી મેન રોડ ખાતે આવેલું આસોપાલવ હોસ્પિટલ, આસ્થા ડેન્ટલ ક્લિનિક, લૉજિક ક્લાસ, વિશાલ કમ્પ્યુટર એજ્યુકેશન તથા સિંગિંગ એન્ટ આર્ટ ક્લાસ, સ્વીટ ક્લાસ તેમજ 2 જીમ અને તુલસી રેસ્ટોરન્ટ ને સીલ કરાઈ છે જયારે રાંદેર ઝોનમાં જકાત નાકા પાસે આવેલા રાજ કોરીન કોમ્લેક્સની 13 દુકાન સીલ કરાઈ છે.
આથી સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસ દ્વારા સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલા ઈમારત જેવી કે માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વગેરેમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય, ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય આજ રોજ 28/05/24 ના વહેલી સવારે જાહેર સલામતીને ધ્યાને લેતા તાકીદ અસરથી સીલ કરવામાં આવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)