જૂનાગઢ તા.૧૩, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ ડિપાર્ટમેન્ટનાં વ્યાખ્યાતા ડો. વિનીત વર્માએ ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા’ વડોદરાના ડીપાર્ટમેન્ટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ અને રૂરલ સ્ટીઝ વિદ્યાર્થીઓ માટે “પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેરેસન એન્ડ ઈમ્પ્લીમેનટેસન પર નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના સ્વરૂપની રચના, અમલ અને તેના વ્યવહારૂ ઉકેલો અંગે મહત્વપૂર્ણ માહિતીઓ પ્રદાન કરવાનો હતો, જેથી તેઓ શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ માટે સંપૂર્ણપણે સજ્જ બની શકે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ડૉ. વીનિત વર્માએ વિદ્યાર્થીઓને સંશોધન પ્રોજેક્ટની રચના અને પ્રસ્તાવ લખવાની જટિલતાઓ વિશે માર્ગદર્શન આપ્યું. તેમની નિષ્ણાત સલાહ અને અનુભવથી વિદ્યાર્થીઓએ સંશોધન પદ્ધતિ અને પ્રોજેક્ટ તૈયાર કરવાની પ્રક્રિયા વધુ સારી રીતે સમજવાનો લાભ મેળવ્યો, જે તેમને શૈક્ષણિક અને વ્યવહારિક સંશોધન માટે વધુ અસરકારક રીતે તૈયારી કરવામાં મદદરૂપ થશે.
આ નિષ્ણાત વ્યાખ્યાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાણિજ્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને પ્રતિષ્ઠિત પ્રોફેસરોની ઉપસ્થિતિ રહી હતી.આ કાર્યક્રમનું આયોજન ડૉ. કે.ડી. વાલા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ડૉ. જે.કે. પંડ્યા ના માર્ગદર્શન હેઠળ અને ડૉ.ભૂમિત શાહ ની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)