એમ્બ્યુલન્સની અંદર ૫૫૫ નંગ દારૂ ની બોટલો ભરી શહેરની અંદર ઘુસાડવાના ઈરાદાને નાકામ કરતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

ગઈકાલે સાંજે શહેર કોંગ્રેસ દ્વારા નશાયુક્ત ભાવનગર રહે તે માટેની રેલી કાઢી ને કલેકટર ને આવેદન પત્ર આપ્યું ત્યાં જ એમ્બ્યુલન્સ ની અંદર ૫૫૫ બોટલો ભરી દારૂ ભરી શહેરમાં ઘુસાડવા ને ઈરાદાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાકામ કરાયો હતો .

બાતમીના આધારે મનીષ ડાભીનામની વ્યક્તિ સફેદ કલરની GJ-10-W 7002 એમ્બ્યુલન્સના ખાનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ધોલેરા તરફના રોડ તરફથી નારી ચોકડી થઈને ભાવનગરમાં આવે છે એલ.સી.બે એ વોચ ગોઠવતા નારી ગામના તળાવ પાસે જય મોમાઇ હોટલ સામે ઊભા હતા ત્યારે સફેદ કલરની એમ્બ્યુલન્સને ઉભી રાખતા અને શોધખોળ કરતા એમ્બ્યુલન્સના ખાનામાં થી અલગ અલગ બ્રાન્ડ દારૂ જી બોટલો મળી આવી હતી .
જેની કિંમત ૨,૩૦,૭૯૦/- સહિત કુલ કિ.રૂ.૭,૩૫,૭૯૦/-ના ​મુદ્દામાલ સાથે મનીષ ડાભીને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)