ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા નાં દ્રોણ ગામે અતિ પ્રાચીન દ્રોણેશ્વર મહાદેવ નુ મંદિર આવેલ છે ત્યાં એસ જી વી પી, દ્રોણશ્વર આયોજિત નૂતન કન્યા છાત્રાલય શિલાન્યાસ સમારોહ પૂ.માધવ પ્રિયદાસજી સ્વામી તથા ગૂજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો સમારોહમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા ધારાસભ્યશ્રી કે સી રાઠોડ ધારાસભ્યશ્રી મહેશભાઈ કેશવાલા જુનાગઢ શહેર નાં પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા તથા વિવિધ સમાજ નાં આગેવાનો હાજર રહ્યા હતાં અને આ દિવ્યતા ભર્યા પ્રસંગ ને સંતો નાં આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)