ઓખા ખાતે આઇ. સી. ડી. એસ અને પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત ગ્રોથ મોનીટરીંગ કેમ્પ યોજાયો.

દ્વારકા

દ્વારકા તાલુકા ના ઓખા ગામે આઈ. સી. ડી.એસ અને પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત પોષણ માહ દરમિયાન લુહાણા મહાજન વાડીમાં ગ્રોથ મોનીટરીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં આઈ.સી. ડી. એસ વિભાગ આરોગ્ય વિભાગ, આંગણવાડી વર્કર બહેનો, પ્રોજેક્ટ તુષ્ટિ ના બ્લોક કોર્ડી. જિગીષાબેન રાઠોડ, ફિલ્ડ ઓફીસર, ભઠડ આશાભા,મહિલા મંડળ અને ગામ ના આગેવાનો ,ઉષાબેન તન્ના,પૂજાબેન દવે, યસ્મિન બેન, આયુર્વેદિક કંસલ્ટ ડૉ .જીજ્ઞાબેન એ હાજરી આપી હતી.. ફિલ્ડ ઓફીસર ભઠ્ઠડ આશાભા દ્વારા ઉપસ્થિત 200 જેવા લાભાર્થી ઓ ને માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, પ્રોગ્રામની શરૂઆત કિશોરીઓ દ્વારા સરસ ગરબા થી કરવા માં આવી ત્યારબાદ કુપોષિત બાળકોનું વજન ,ઉચાઈ કરી, સપરામર્સ,પૂરક પોષણ,અને THR ના પેકેટ માંથી અલગ અલગ વાનગી બનાવવા ની માહિતી અને તેના ફાયદા,ત્યાં તેની બનાવેલ વર્કરો દ્વારકા વાનગી નુ પ્રદર્શન પણ કરવામાં આવ્યું,જેમાં વાનગી ના પ્રથમ 3 નંબર ને ઈનામ વિતરણ અને આદર્શ પરિવાર તરીકે સન્માનિત થયેલા પરિવાર ને પણ ઈનામ આપી ને સન્માનિત કરવા માંઆવ્યા.કિશોરીઓ ને પણ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા

અહેવાલ :-પૂજા દવે દ્વારકા (ઓખા)