ઓપન જુનાગઢ ચૂરમાં ના લાડુ અને માટી ના ગણપતિ બનાવવાની સ્પર્ધા નું આયોજન.

જૂનાગઢ

લોહાણા મહિલા મંડળ અને બોલબાલા મહિલા મંડળ દ્વારા તા.૦૬ સપ્ટેમ્બર ના રોજ રેડક્રોસ હોલ, આઝાદ ચોક, જૂનાગઢ ખાતે સાંજે ૫.૩૦ કલાકે ઓપન જુનાગઢ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માં કોઈપણ બહેનો ભાગ લઈ શકશે. ૧. ધ‌ઉ ના લોટ ના લાડુ બનાવવા ની હરીફાઈ. આ સ્પર્ધા માં સ્વાદને મહત્વ આપવામાં આવશે, ડેકોરેશન ને મહત્વ આપવામાં આવશે નહિ.

હરીફાઈ—2. માટીના ગણપતી બનાવવાની હરીફાઈ.આમા ગણપતિ ધીરેથી બનાવીને લાવવા, કોઈપણ પ્રકારના ડેકોરેશન કે કલરનો ઉપયોગ કરવો નહીં,

એન્ટ્રી સ્થળ ઉપર જ આપવામાં આવશે, કોઈપણ એક સ્પર્ધા ના રૂ.20/ છે, બંને સ્પર્ધા માં ભાગ લ‌ઈ શકાશે.

નામ લખાવવા માટે સંપર્ક કરો શ્રી જયશ્રીબેન ગાલોરીયા, પ્રવિણાબેન વાઘેલા, અથવા લોહાણા મહિલા મંડળના કોઈ પણ કારોબારી સભ્ય ને લખાવી શકશો

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)