ગીર સોમનાથ જિલ્લાના ધટીયા પ્રાચી વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને વધારવા અને ભારતીય સેનાને અભિનંદન આપવા માટે નગરજનો દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા ઘટીયા ફાટકથી પ્રાચી માધવરાય મંદિર સુધી યોજાઈ, જ્યાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિ અને દેશદાઝની ભાવનાથી ઉછળતો ઝુંબેશ જોવા મળ્યો.
યાત્રામાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, બહાદુરસિંહ ગોહિલ, મસરીભાઈ રાઠોડ, અરસીભાઈ ચાવડા, પ્રતાપ સિંહ બારડ, ધીરુભાઈ સોલંકી, ભગવાનભાઈ બારડ, જાદવભાઈ ભોળા, પ્રતાપભાઈ બામણીયા, મહેન્દ્રભાઈ રામ, જશુંભાઈ સોલંકી, બાબુભાઈ જાદવ, વીરસિંહ જાદવ સહિત પૂર્વ આર્મી સભ્યો, સરપંચ અને બહેનો સહભાગી રહ્યા.
તેમણે ભારત માતાના જયઘોષ સાથે રેલી સમાપ્ત કરી અને દેશના જવાનોની હિંમત અને શૌર્યની પ્રશંસા કરી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાઈ, દેશપ્રેમ અને એકતાનું સંદેશ ફેલાવ્યો.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકી અડ્ડાઓનો સંપૂર્ણ નાશ કરી દેશને એક મોટી જીત આપી છે, અને આ યાત્રા તેના પ્રતિકરૂપ રૂપે સહભાગીઓમાં રાષ્ટ્રપ્રેમની લાગણી પ્રગટાવી હતી.
અહેવાલ : દિપક જોશી, ગીર સોમનાથ