ઔદ્યોગીક તાલીમ સંસ્થા વિસાવદરમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ.

જુનાગઢ:

જૂનાગઢ ઔદ્યેગીક તાલીમ સંસ્થા વિસાવદર ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૪ માટે એડમિશન અંગેના ફોર્મ ભરવા માટે પ્રક્રિયા ચાલુ છે. જેમા આઇ.ટી.આઇ. માં ઉપલબ્ધ કોમ્પ્યુટર, હેલ્થ સેનેટરી ઇન્પેકટર, ઇલેક્ટ્રીશિયન, વાયરમેન, ફિટર, મિકેનીક ડિઝલ અને વેલ્ડર જેવા વ્યવસાયો માટે ૧ અને ૨ વર્ષના કોર્ષમાં ધોરણ ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

SC,ST અને PH તેમજ મહિલા ઉમેદવારો માટે સરકારશ્રી દ્વારા ટ્યુશન ફી માફી આપવામાં આવશે.

ઔદ્યેગીક તાલીમ સંસ્થા વિસાવદરમાં ઉપલબ્ધ કોર્ષ અને ભરવા પાત્ર બેઠકો – ૧) ઇલેક્ટ્રીશીયન (NCVT) ૨૦ બેઠકો, ૨) ફીટર (NCVT) ૪૦ બેઠકો, ૩) વાયરમેન (NCVT) ૪૦ બેઠકો, ૪) કોમ્પ્યુટર (NCVT) ૪૮ બેઠકો, ૫) વેલ્ડર (NCVT) ૬૦ બેઠકો, ૬) મિકેનીક ડિઝલ (GCVT) ૪૮ બેઠકો તેમજ ૭) હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સપેક્ટર ૨૪ બેઠકો ભરવા પાત્ર છે.

તમામ કોર્ષમાં ધોરણ ૧૦+૨ ની પધ્ધતીથી એડમિશન આપવામાં આવશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે શાળા છોડ્યાનુ પ્રમાણ પત્ર, એસ.એસ.સી અથવા ધો. ૮,૯ પાસ કર્યા એંગેની માર્કશીટ, એસ.એસ.સી પાસ કરી તે અંગેનુ ટ્રાયલ સર્ટિફિકેટ, આવકનુ પ્રમાણ પત્ર, જાતી અંગેનુ પ્રમાણ પત્ર, પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ, આધર કાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉમેદવારનુ પોતાનું ઇ-મેઇલ આઇડી વગેરે ડોક્યુમેન્ટ જોડવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે રિપોર્ટર જગદીશ યાદવ (જૂનાગઢ)