કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા શોધ સ્ટાઈપેન્ડ ઉપર વેબિનાર યોજવામાં આવ્યો.

કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા શોધ સ્ટાઈપેન્ડ ઉપર તારીખ 19 ફેબ્રુઆરી 2025 ના રોજ વેબિનાર યોજવામાં આવ્યો. જેમાં કુલ 86 જેટલા વિદ્યાર્થીઓ અને રીસર્ચ સ્કોલર જોડાયા. જેમાં ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટી જેવી કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢ, સોંરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાબાદ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી-ગોધરા, સેન્ટ્રલ યુનિવર્સિટી-ગાંધીનગર, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, એમ.એસ યુનિવર્સિટી-બરોડા, ભાવનગર યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો તેમજ વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું કે તેઓ શોધ સ્કીમ માં ગુજરાત સરકાર તરફથી દર મહિને ૧૫,૦૦૦ સ્ટાઈફંન્ડ અને કન્ટીજન્સી દર વર્ષે ૨૦,૦૦૦ એમ ૨ વર્ષ માટે ૪,૦૦,૦૦૦ મળે છે,

જેમની વિગતવાર માહિતી મળી રહે તે હેતુથી વેબીનારમાં વિધાર્થીઓની જુદી-જુદી પ્રકારની સમસ્યાઓ સર્જાય છે તે માટે નીચેના વિવિધ મુદ્દા ઓ જેવા કે ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?, પ્રપોઝલ અને પી.પી.ટી. કેવી રીતે બનાવવી અને ક્યાં પોઈન્ટ સમાવેશ કરવો અને કેવી રીતે વેબસાઈટ પર ઉપલોડ કરવી, ક્યાં ડોક્યુમેન્ટ પર કોની સહી અને ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા તથા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ શોધ સ્કીમના ફોર્મ ભરે અને તેમની પસંદગી થાય તે હેતુ માટે ઉપર આપેલા વિવિધ મુદ્દા વિશે ઝીણવટપૂર્વક માર્ગદર્શન ડૉ. દિનેશ ચાવડા દ્વારા આપવામાં આવ્યું હતું તેમ એક યાદી માં જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)