કરજણ તાલુકામાં આવતીકાલે 41 ગ્રામ પંચાયતની ચૂંટણી, 94 મતદાન મથકો ઉપર થશે બેલેટ પેપરથી મતદાન

કરજણ તાલુકામાં આવતીકાલે 22 જૂનના રોજ 41 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે કરજણ તાલુકા સેવાસદન ખાતે મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

તાલુકાની 41 ગ્રામ પંચાયતો માટે કુલ 94 મતદાન બુથ નિર્ધારિત કરાયા છે. આ તમામ મથકો પર મતદાનનું આયોજન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે.

ચુંટણી વ્યવસ્થા માટે 94 મતદાન મથકો પર કુલ 500થી વધુ પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તંત્રએ જણાવ્યું કે, 94 મથકોમાંથી 47 મતદાન મથકોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ઉણ્યા સામાન્ય ગણાય છે.

આ ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવામાં આવશે અને તંત્રે મતદાતાઓને શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી મતદાન કરવા અનુરોધ કર્યો છે.

અહેવાલ : મનોજ દરજી કરજણ