કરજણ નગરમાં નગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉત્સાહી ઉજવણી

કરજણ:
આજ રોજ તા. 21 જૂન 2025ના રોજ સમગ્ર વિશ્વમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હર્ષોઉલ્લાસથી ઉજવાયો હતો. આ યોગ દિવસના ભાગરૂપે કરજણ નગરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

કરજણ નગરપાલિકા દ્વારા નવાબજાર વિસ્તારમાં આવેલી જૈન વાડી ખાતે વિશાળ યોગ શિબિર યોજવામાં આવી હતી. આ યોગ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યોગના વિષેષજ્ઞોએ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન વિશે માર્ગદર્શન આપ્યું હતું તથા યોગના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. લોકોએ ઉત્સાહભેર યોગમાં ભાગ લીધો અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવાનો સંકલ્પ કર્યો.

કાર્યક્રમમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વય જૂથના નાગરિકોએ જોડાઈ એકતા અને આરોગ્યનું પ્રતિકરૂપ બની યોગ દિવસને સફળ બનાવ્યો હતો.

નગરપાલિકા દ્વારા નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રેરણા આપતા પત્રક પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.