કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને રસ્તા અને ઓવરબ્રિજ સહિતના અગત્યના પ્રશ્નોની રજુઆત

કરજણ – તા.૮:
કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી તાલુકાના ટ્રાફિક સમસ્યાઓ અને રસ્તા સંબંધિત મુદ્દાઓની વિશદ રજુઆત કરી. આ ચર્ચા દરમિયાન ભારત સરકારના ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ના મેમ્બર અભિષેક ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મુદ્દાઓની વિગતવાર રજુઆત:

  1. ટોલ ટેક્સ મુક્તિ અથવા સર્વિસ રોડની વ્યવસ્થા:
    કરજણ તાલુકાના સ્થાનિક લોકોને ટોલ ટેક્સથી મુક્તિ મળે કે તેમના માટે અલગ સર્વિસ માર્ગ ગોઠવવામાં આવે તેવી માંગ.
  2. ઇટોલા-પોર ઓવરબ્રીજ:
    પોર વિસ્તારના લોકોને ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે હેતુથી પોર-ચાપડ-બીલ-પાદરા તરફ સરળ રવાણાની વ્યવસ્થા.
  3. કરજણ ઓવરબ્રીજ (મામલતદાર સેવા સદન પાસેથી):
    નવા ઓવરબ્રીજની માગણી કરવામાં આવી કે જે રેલવેને જોડે અને કંડારી કે ધાવટ ચોકડી સુધી ફરવાના અંતરને ઘટાડી શકે.
  4. માગલેજ-નારેશ્વર રોડ પર ઓવરબ્રીજ:
    યાત્રાળુઓ માટે માંગલેજ ચોકડી વળવાનો ખતરો નિવારી નારેશ્વર તરફ સુરક્ષિત અને સરળ માર્ગ સુલભ કરવો.
  5. લાકોદરા-દેથાણ ઓવરબ્રીજ:
    એનએચ-8ના માધ્યમથી આસપાસના 15-20 ગામના લોકોને વડોદરા આવજા માટે સરળતા મળે તેવી માંગણી.

કેન્દ્રીય પ્રધાન તરફથી સાકાર વચન

શ્રીએ નીતિન ગડકરીએ ધારાસભ્યશ્રીની તમામ માંગણીઓ સંભાળીને દરેક મુદ્દાનું ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે.

📌 અહેવાલ: મનોજ દરજી, કરજણ