કરજણમાં કમોસમી વરસાદ… નગરપાલિકા સામે પ્રશ્નોની વરસાદ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરાયેલા પૂર્વાનુમાન મુજબ, કમોસમી વાવાઝોડું અને વરસાદની આગાહી સાચી પડી છે.

વહેલી સવારે કરજણ પંથકમાં કાળા ઘેરા વાદળો સાથે વીજળીના કડાકા-ભડાકા અને ધામકેદાર વરસાદ નોંધાયો હતો. ઠંડા પવનો સાથે થયેલા આ વરસાદના કારણે શહેરના રોડ નદીઓ જેવાં દ્રશ્યો રજૂ કરતા જોવા મળ્યા હતા.

અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. લોકોને ધંધા-રોજગાર માટે જવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અસલ ચોમાસા પહેલાં જ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં, નગરપાલિકા સામે અનેક સવાલો ઊભા થયા છે.

શહેરમાં નિકાલની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે અને લોકોમાં આ મુદ્દે નારાજગી પ્રસરી રહી છે. કરજણ નગરપાલિકાની કામગીરી અને પૂર્તી સુવિધાઓ અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.

અહેવાલ: મનોજ દરજી, કરજણ