કરજણમાં વરસાદી સાકડામાં દુર્ઘટના… ગુરુકૃપા સોસાયટીમાં મકાનની દિવાલ ધરાશાયી

કરજણ શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે જૂના બજાર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીના મકાન નં. 15 ની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી.

દિવાલ ધરાશાયી થતી વેળાએ ધબકારા જેવો અવાજ સંભળાતા સોસાયટીના રહીશો દોડી આવ્યા અને સ્થાનિક રહીશો બહાર નીકળ્યા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પણ ઘરના માલિક અને આસપાસના રહેવાસીઓમાં હલचल મચી ગઈ છે.

મકાન માલિક ઋષિ દિલીપભાઈ પટેલ અને ગુરુકૃપા સોસાયટીના પ્રમુખ પ્રદીપસિંહ રાજે ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં આવી પ્રકારની ઘટનાની શક્યતાને લઈ સ્થાનિક તંત્રે સાવચેતી રાખવાની જરૂર જણાઈ રહી છે.

અહેવાલ: મનોજ દરજી, કરજણ