
આજરોજ કરજણના નવાબજાર વિસ્તારમાં આવેલ જૂની સિવિલ કોર્ટની રૂદ્રાક્ષ કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ ડ્રિલમાં કરજણ ફાયર વિભાગ, પોલીસ સ્ટેશન, તેમજ કરજણ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ ભાગ લીધો હતો.
મોકડ્રીલ અંતર્ગત સાંજના ૪:૦૦ વાગ્યે સાયરન વગાડી જાહેર જનતાને એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજના ૭:૩૦ વાગ્યે બ્લેકઆઉટ માટે ફરી સાયરન વાગાડવામાં આવ્યું અને સાંજના ૮:૦૦ વાગ્યે પરિસ્થિતિ સામાન્ય હોવાનું સૂચવતો સાયરન વગાડવામાં આવ્યો હતો.
આ ડ્રિલ દ્વારા યુદ્ધસર્જક પરિસ્થિતિમાં તંત્રની તૈયારી તથા સામાન્ય જનતાની સહભાગિતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અહેવાલ: મનોજ દરજી, કરજણ