કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહાશિવરાત્રી મેળા પર અનોખી પહેલ: યુવા સંશોધકો કરશે વિશ્લેષણ!

જુનાગઢ: મહાશિવરાત્રીના મેળા પર આ વર્ષે એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં યુવા સંશોધકો દ્વારા મેળાના આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક પાસાઓ પર વિશ્લેષણ કરવામાં આવશે.Collector અનિલ કુમાર રાણાવસિયા દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ ભવિષ્યમાં મેળાના આયોજન માટે માર્ગદર્શક બનશે.

સામાજિક સંશોધન માટે સર્વે અને પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ મેળામાં આવતા ભાવિકોના મંતવ્યો અને સૂચનો જાણવા તથા તેમની જરૂરિયાતો સમજવા માટે સર્વે અને પ્રશ્નાવલી મેથોડોલોજી દ્વારા સામાજિક સંશોધન કરવામાં આવશે. આ અભ્યાસમાં મેળાની સુવિધાઓ અને ભવિષ્યમાં ભવિષ્યની યોજનાઓ માટે માર્ગદર્શન મેળવવાની તક મળશે. ઉપરાંત, જુનાગઢના વિરાસત પ્રવાસનના માધ્યમથી ઇકોનોમી અને રણનીતિને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન થશે.

યુવા સંશોધકો દ્વારા વિશ્લેષણની પ્રક્રિયા આ સંશોધનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંશોધકો ભાગ લેશે. આવતીકાલે, 24મી ફેબ્રુઆરી સવારે 10:45 કલાકે, કલેકટર કચેરી ખાતે આ યુવા સંશોધકોને સર્વે મેથોડોલોજી અને પ્રશ્નાવલીઓ વિતરણ કરવામાં આવશે. આમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના અર્થશાસ્ત્રના પીએચડી કરતા 15 વિદ્યાર્થીઓ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના 10 વિદ્યાર્થીઓ સામેલ રહેશે.

સર્વે પદ્ધતિથી મેળાના વિવિધ પાસાઓનું વિશ્લેષણ આ 25 યુવા સંશોધકો મેળાના ભાવિકો સાથે સીધા સંવાદ કરશે અને તેમના મંતવ્યો તથા અનુભવોનું વિશ્લેષણ કરશે. તેઓ સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક પાસાઓની ઊંડાણપૂર્વક સમજૂતી મેળવશે, જે ભવિષ્યમાં મેળાના આયોજન માટે ઉપયોગી સાબિત થશે.

આ સંશોધન દ્વારા મેળાના ભાવિકોની માંગ, જરૂરિયાતો અને સહાય માટેની અપેક્ષાઓને સમજી શકાશે, જેનાથી જુનાગઢના મેળાને વધુ સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ બનાવી શકાશે. કલેકટર અનિલ કુમાર રાણાવસિયાની આ પહેલ દ્વારા યુવા સંશોધકોને પણ વાસ્તવિક સંશોધનનો અનુભવ મળશે અને તેઓ તેમના અભ્યાસ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી શકશે.

– અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ