કલેકટરશ્રી અનીલ રાણાવસિયા અને કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજનું શહેરીજનોને વિતરણ.

જુનાગઢ

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત આજ રોજ જુનાગઢ મહાનગર સેવા સદન ખાતે કલેકટરશ્રી અનીલ રાણાવસિયા અને મ.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું.

આ તકે કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ શહેરના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન,દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા તેમજ દેશની આન,બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.

જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટના સાંજે ૫ કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો,બાઇક સવાર, બેન્ડ એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે.તેમ જણાવતા કલેકટરશ્રી અને કમિશનરશ્રી દ્વારા જૂનાગઢના શહેરીજનોને પણ આ યાત્રામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)