કલેકટરશ્રીનાં વડપણ તળે ભેસાણ તાલુકાનો તાલુકા ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢના ભેસાણ તાલુકા ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષતામાં સપ્ટેમ્બર મહિનાનો તાલુકા કક્ષાનો સ્વાગત મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

તાલુકા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૬ જેટલી અરજીનો હકારાત્મક નિકાલ કરાયો. અરજદારો દ્વારા જમીન વિસ્તાર, સફાઈ, રસ્તાઓ તથા દબાણો સહિતની વિવિધ સમસ્યાઓ બાબતે કરેલી અરજી વિષયક રજૂઆતો કલેકટરશ્રી દ્વારા સાંભળવામાં આવી હતી. જેમાંથી કેટલીક અરજીઓ બાબતે જે-તે વિભાગ ના અધિકારીશ્રીઓને સ્થળ પર જ સૂચના આપી ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાએ લોકપ્રશ્નોના સમાધાન માટે આયોજિત થતા સ્વાગત કાર્યક્રમમાં પ્રશાસનના હકારાત્મક અભિગમથી નાગરિકોને સંતોષ થઈ રહ્યો છે. જેના પરિણામે રાજ્ય સરકારનો સ્વાગત કાર્યક્રમ જનસામાન્યના પ્રશ્નોનું સુખદ સમાધાન લાવવાનું માધ્યમ બની ગયો છે.

કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ મામલતદાર કચેરીની મુલાકાત કરી. ઈ-ધરા તેમજ અન્ય શાખાઓમાં ચાલતી વિવિધ કામગીરી તેમજ ઈ-ધરા રેકર્ડની જીણવટભરી ચકાસણી કરી જાણકારી મેળવી હતી. લોકસુખાકરી સંદર્ભે થતી વહીવટી કાર્યપધ્ધતિ સંદર્ભે સબંધિત અધિકારીશ્રી/કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)