કામરેજ નજીક વિદેશી દારૂની હેરાફેરી પકડી: ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ઝડપાયો

સુરત, ૫ મે: સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસને મોટી સફળતા મળી છે. કામરેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી ટીંબા ગામની સીમમાં, ગલતેશ્વર મંદીર સામેના રસ્તા પરથી એક સ્વિફ્ટ ફોર હીલ કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ રૂ. 7,08,810નો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઈસમોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરી GJ-05-JH-4251 નંબરની કારને અટકાવી તપાસ કરતા તેમાં વિદેશી દારૂ અને બિયર મળ્યા હતા. ચાલક દેવેન્દ્ર ખમારામ મેઘવાલ (ઉ.વ. ૨૬, મૂળ પાલી, રાજસ્થાન)ને પકડી પાડવામાં આવ્યો છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલમાં સમાવેશ થાય છે:

  • 948 બોટલ વિદેશી દારૂ અને ટીન બિયર – કિંમત રૂ. 2,57,760
  • સ્વિફ્ટ ફોર હીલ કાર – કિંમત રૂ. 4,50,000
  • મોબાઈલ ફોન – રૂ. 500
  • રોકડ રકમ – રૂ. 550

આ કેસમાં અન્ય સંડોવાયેલા ઈસમો:

  • રાજમલ ઉર્ફે રાજુકલ્લુ (દમણથી દારૂ મોકલનાર)
  • મહાવીર ઉર્ફે મહેન્દ્ર (કારમાં દારૂ ભરનાર)
  • દારૂ માંગનાર અજાણ્યો ઈસમ (સાંભળા હેઠળ)

આ સફળ કામગીરી એલ.સી.બી. પો.ઈ. શ્રી આર.બી. ભટોળ તેમજ તેમના ટીમ દ્વારા અદભૂત સમન્વય સાથે કરવામાં આવી છે. સુરત ગ્રામ્યના ઉચ્ચ અધિકારીઓએ આ કામગીરી માટે ટીમની પ્રશંસા કરી છે અને આગામી સમયમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વધુ ને વધુ કસોટી લાદવા સૂચના આપી છે.