સુરત, તા. ૧૪ મે
સુરત જિલ્લાના કામરેજ પો.સ્ટે. વિસ્તારના નનસાડ ગામે આવેલ અમન પેલેસની નીચે કાર્યરત “શુભમ મેડીકલ સ્ટોર” પર એસ.ઓ.જી. પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી, જ્યાં ડોક્ટરના વિસ્થીપ્શન વગર નશાકારક સીરપ વેચાતું હોવાનું બહાર આવ્યું છે.
એસ.ઓ.જી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. બસેટાની ઉપસ્થિતિમાં સ્થળ પર રેડ પાડીને મેડીકલ સ્ટોરના સંચાલક જીગ્નેશ ઝીંઝાળાને (ઉ.વ. ૨૮, નિવાસી ગોડાદરા, સુરત) ઝડપી પાડ્યો હતો.
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
- ટોસેક્સ ૧૦૦ MLના ૭ સીરપ, કુલ કિંમત રૂ. ૧૫૮૨/-
આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
કાયૅવાહી કરનાર ટીમ:
- પો.ઇન્સ. બી.જી. ઇશરાણી
- પો.સ.ઇ. જે.કે. રાઠોડ
- એ.એસ.આઇ. જગદિશભાઈ કામરાજભાઈ
- હે.કો. દિક્ષભાઈ દાલજીભાઈ – એસ.ઓ.જી. શાખા, સુરત ગ્રામ્ય
આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક હેમવિરસિંહ તથા ડીવાયએસપી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.