સુરતમાં કાયદો-વ્યવસ્થા તથા સુલેહ શાંતી જળવાય રહે તેમજ અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ છે. રાત્રિ દરમિયાન પોલીસના ધાડે ધાડે તપાસ માટે ઉતર્યા હતાં. લિંબાયત વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતાં. અગાઉ ગુનાહિત પ્રવૃતિ કરનારાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. દરેક આરોપીઓના ઘરમાં જઈ તપાસ કરવામાં આવી હતી. સાથે જ હાલ શું કરે છે અને તેમના ઘરમાં કોઈ ગનાહિત પ્રવૃતિ કરે છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી હતી. તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોનું નેતૃત્વ પીએસઆઇના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. રાત્રે 8થી 10 દમિયાન 60 જેટલા આરોપીઓના ઘરમાં તપાસ કરાઈ હતી. ડીસીપી ભગીરથસિંગ ગઢવીએ કહ્યું કે, લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના નિયંત્રણ માટે અને ગુનેગારી કરતાં તત્વો માટે નિયંત્રણ માટે આ કોમ્બિંગ કરાયું હતું. 2024માં નોંધાયેલા ગુનાના આધારે આરોપીઓને શોધીને શું પ્રવૃતિ કરે છે તે તપાસ કરી રહ્યાં છે. દરેક ટીમમાં પીએસઆઈ અને મહિલા પોલીસ સહિતના કર્મચારીઓ તપાસ ઘરે છે. ઘરમાં કોઈ ગેરપ્રવૃતિ જણાય તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.