કૃણાલ બાંભણીયાની PASA હેઠળ અટકાયત, ભુજ જેલ મોકલાયા!!પાસા ધારા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરતા કૃણાલ ઉર્ફે સુજલ રવિભાઈ બાંભણીયાની અટકાયત!!

⚖️ “પાસા ધારા હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા હુકમ કરતા કૃણાલ ઉર્ફે સુજલ રવિભાઈ બાંભણીયાની અટકાયત” 🚔

🔒 આરોપીની ભયજનક વ્યક્તીની કેટેગરીમાં અટકાયત કરી ખાસ જેલ, ભુજ ખાતે મોકલાયો.

📍 ગીર સોમનાથ, જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમ કૃણાલ ઉર્ફે સુજલ રવિભાઈ બાંભણીયા, ઉ.વ. 19, રહે. ઉના કે જેઓ વિરુદ્ધ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી, તલવાર વગેરે પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકો પર હુમલાઓ કર્યા હતા.

⚖️ આ આક્ષેપો હેઠળ કુલ 10 ગુન્હા નોંધાયા છે, જેમાં IPC કલમ 16, 17, 22 અને 6, 19 અને અન્ય ધારા હેઠળના ગુન્હા શામેલ છે.

💣 આ ઇશમ ઝનૂની સ્વભાવવાળું છે, જેના કારણે સમાજમાં ભયનો માહોલ ઉભો થતો હતો.

🚨 જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્યોથી રોકવા, તેને PAS (પ્રિવેન્શન ઓફ સોસાયટી એનિમિકલ પર્સન) હેઠળ તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે.

🏰 ભુજ જેલ મોકલવામાં આવ્યા છે, જ્યાં તે વધુ ગુન્હાહિત પ્રવૃત્તિથી રોકાવા માટે રાખવામાં આવશે.

📜 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ (સોમનાથ)