કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અબુંજા ફાઉન્ડેશન દ્વારા કોડીનાર તાલુકાના ખેડૂતો અને મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો!

કોડીનાર: કૃષિ વિકાસ અને ગ્રામીણ સ્તરે આર્થિક સ્વાવલંબન માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), અબુંજા ફાઉન્ડેશન અને અબુંજા સિમેન્ટ, કોડીનાર દ્વારા કોડીદ્રા અને ભેટાળી ગામમાં વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો.

📌 કોડીદ્રા ગામમાં પ્રગતિશીલ ખેડૂતો માટે તાલીમ
🔹 ઉનાળુ પાકોની ઉન્નત ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું.
🔹 પાણીનો કાર્યશ્રમ ઉપયોગ અને ફાર્મર પ્રોડયુસર કંપની (FPC)ની કામગીરી અંગે માહિતી આપવામાં આવી.
🔹 પ્રાકૃતિક ખેતી અને ઇકો-ફ્રેન્ડલી ખેતી પદ્ધતિઓ પર ખાસ ધ્યાન આપ્યું.
🔹 આ તાલીમમાં 45 જેટલા ખેડૂતોએ ભાગ લીધો અને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કર્યું.

📌 ભેટાળી ગામમાં મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ તાલીમ
🔸 કેવીકેની ગૃહ વિજ્ઞાન નિષ્ણાત હંસાબેન પટેલ દ્વારા મહિલાઓ માટે ટોમેટો સોસ અને બીટના લાડુ બનાવવાની તાલીમ આપવામાં આવી.
🔸 25 જેટલી બહેનોએ આ તાલીમનો લાભ લીધો.

📌 કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
✔️ અબુંજા ફાઉન્ડેશન, કોડીનારના વડા દલસુખ વઘાસિયા સાહેબ
✔️ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા જીતેન્દ્રસિંહ સાહેબ
✔️ પાક સંરક્ષણ નિષ્ણાત રમેશ રાઠોડ
✔️ અબુંજા ફાઉન્ડેશનના સરમણભાઈ ચૌહાણ
✔️ સોરઠ મહિલા ફેડરેશનના પ્રતિનિધિઓ

📌 સ્થાનિક ભાઈઓ અને બહેનોના સહયોગથી આ બંને તાલીમ કાર્યક્રમ સફળ બન્યા.

(અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ)