કોડીનાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, દિવના અંદાજીત ૩૫૦ જેટલા વિધાર્થીઓએ બે દિવસ મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન વિધાર્થીઓ ને કૃષિમાં કારકિર્દી બનાવવા માટેની માહિતી આપવામાં આવી. સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના વિવિધ ડેમો યુનિટ જેવાકે જમીન પાણી પ્રૃથકરણ પ્રયોગશાળા, હોમ સાયન્સ લેબ, લોકવાણી રેડીઓ સ્ટેશન, મ્યુઝિયમ, અળસીયા ખાતર ડેમો, અઝોલા યુનિટ, પ્રાકૃતિક ખેતી એકમ, પાક કૌતુકાલ્ય અને મત્સય પાલન એકમની મુલાકાત કરાવવામાં આવી અને તેની વિગતવાર માહિતી કેવિકેના વિષય નિષ્ણાંતોશ્રી રમેશ રાઠોડ, પાક સંરક્ષણ, શ્રીમતી હંસાબેન પટેલ, ગૃહ વિજ્ઞાન, શ્રી સતિષ હડિયલ, જમીન વિજ્ઞાન અને શ્રી મનીષ બલદાણીયા, પાક વિજ્ઞાન દ્વારા આપવામાં આવી. આ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના શ્રી અમન તથા અન્ય શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઇન્ચાર્જ હેડ શ્રી રમેશ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)