કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમૂબેન બાંભણીયાએ વહીવટી તંત્ર સાથે ભાવેણાના વિકાસ અને સુરક્ષા અંગે વિચાર વિમર્શ કરીને શહેરના હિતાર્થે જરૂરી સૂચનો કર્યા.

ભાવનગર

Advertisement

ગત ૧૬ જૂન ૨૦૨૪ ના રોજ સર્કિટ હાઉસ ખાતે વિવિધ સમાજના આગેવાનો, પ્રતિનિધિઓ, વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ, શુભેચ્છકો સાથેની કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેનની શુભેચ્છા મુલાકાત પૂર્ણ થયા બાદ, ભાવનગરના વિકાસ અને સુરક્ષા અંતર્ગત કલેક્ટર આર. કે. મેહતા સાહેબ, ડીએસપી ડો. હર્ષદ પટેલ સાહેબ, કમિશ્નર ઉપાધ્યાય સાહેબ સહિત શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે લાંબી ચર્ચા અને વિમર્શ કરેલ, જેમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત અપેક્ષિત સંગઠન અને ચૂંટાયેલા જનપ્રનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

મંત્રી નિમૂબેને શહેરમાં તમામ જગ્યાએ સી.સી.ટીવી કેમેરા ચાલુ કરવા જોઈ અને તેના કાયમી મેન્ટેનન્સની વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડકાઈથી કામ લેવું તેમજ માથાભારે શખ્સો, દારૂની બદીઓ તથા મિલકતો પચાવી પાડવાના કિસ્સાઓમાં કડક હાથે કામ લેવા બાબત તેમજ ચોક્કસ કિસ્સાઓમાં પોલીસે ફરિયાદી બનવા બાબત, પોલીસ વિભાગમાં તકેદારી સમિતિની રચના અમલમાં છે કે કેમ ? ન હોય તો તાત્કાલિક અસરથી સમિતિઓની રચના કરવા બાબત, પુરવઠા કમિટી અસ્તિત્વમાં છે કે કેમ ? જો ન હોય તો તાત્કાલિક રચના કરવાની કાર્યવાહી કરવી અને જો હોય તો સારી રીતે આ કમિટી દ્વારા લોકોની જરૂરિયાત પ્રમાણેના6 નિર્ણયો લેવાય તે માટે નિશ્ચિત સમયે બેઠકોનું આયોજન કરવા બાબત, માથાભારે તત્વો દ્વારા જિલ્લામાં થતી ખનીજ ચોરીના કિસ્સાઓ અંગે કડક કાર્યવાહી કરવી, સર. ટી જનરલ હોસ્પિટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય, તેઓને પૂરતી સુવિધા અને સમયસર સારવાર મળે તે બાબત, લોકોના નિયમ મુજબના કામો સમયસર થાય એ માટે સકારાત્મક અભિગમ અપનાવીને દરેક અરજીઓનો નિકાલ તેમજ નાગરિક અધિકારની જોગવાઈઓના પાલન માટે કડક સૂચનાઓ આપવા બાબત, ચોમાસુ નજીક આવ્યું હોય વરસાદ, વાવાઝોડાને લઇને તમામ તૈયારીઓ અત્યારથી જ કરવા બાબત, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા કે સરકારના ચાલી રહેલા વિકાસના કામો સમયસર પુરા થાય અને ગુણાત્મક રીતે કામો થાય તેનું મોનેટરીંગ કરવું તેમજ નબળા કામો સામે શિક્ષાત્મક પગલાં લેવા બાબત, શહેર, જિલ્લામાં ચાલતી સરકારી અને ખાનગી શાળા/ કોલેજોમાં તમામ નીતિ-નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને ગુણાત્મક તથા સંસ્કાર સાથેનું શિક્ષણ મળી રહે એ માટે શાળા કોલેજો અને શૈક્ષણિક સસ્થાઓને ગંભીરતાપૂર્વકની સૂચના અને પરિપત્ર અને સમયાંતરે તેનું મૂલ્યાંકન કરવાની કાયમી વ્યવસ્થા બાબત, સરકારશ્રીના તમામ વિભાગો સંકલન સાથે કામ કરે તેવી વ્યવસ્થા અંતર્ગત તેમજ શહેર અને જિલ્લામાં ચાલતા સરકારશ્રીના અલગ અલગ વિભાગના મુખ્ય પ્રોજેક્ટસ ઝડપથી પૂરા થાય તે માટે જવાબદારીઓ નિશ્ચિત કરવા બાબત તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક ઉપયોગી યોજનાઓ જે અમલમાં છે તેનો લોકોને સરળતાથી લાભ મળે તેવી યોગ્ય વ્યવસ્થા બાબતે કેન્દ્રિય મંત્રી શ્રી નીમુબેન બાંભણીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને ઉક્ત બાબતો સહિત અન્ય જરૂરી સૂચનો કર્યા હતાં.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી ( ભાવનગર)

Advertisement