કેશોદ ચાર ચોર ખાતે છેલ્લાં ત્રણ વર્ષથી અન્ડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે નજીક ચાર ચોક માં દુકાનો ધરાવતા 40 જેટલા વેપારીઓ ના રોજગાર સદંતરબંધ થયા છે. આજરોજ વેપારીઓ કેશોદ નગરપાલિકા સેવા સદન, પ્રાંત કચેરીએ, ધારાસભ્યને, તેમજ વ્યાપારી વિકાસ મંડળ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ને પણ આવેદન આપવામાં આવેલ હતું જયાં તેમણે વડાપ્રધાન અને તેમજ અન્ય અધિકારીઓને સંબોધી આવેદન પ્રાંત અધિકારી આસિસ્ટન્ટ કલેકટરને સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર તા. 25 ફેબ્રુઆરી 2022 થી કેશોદ મા ચારચોકઅન્ડર બ્રીઝ નું કામ શરૂ થયું હતું જે ક્રામ 25 ડિસેમ્બર 2022 ના પૂર્ણ કરવાનું હતું પરંતુ આ કામગીરી વધુ 2વર્ષ જેવા સમય સુધી લાંબી ચાલતાં વેપારીઓના છેલ્લાં 2 વર્ષથી કામ ધંધા સદંતર બંધ થયા છે.
આ વેપારીઓ ધંધા રોજગાર વગર ઘરે બેઠા છે. તેમની આર્થિક પરિસ્થિતી ખુબ દયનિય બની છે.કોઈ પણ પ્રકાર ની આવક ના હોવા ના કારણે તેમની મિલક્તની કિંમતના ભાવ તળિયે ગયાં છે, આજરોજ આવેદન આપવામાં આવેલ હતું કેમકે અન્ય જગ્યાએ ધંધા કરવો મુશ્કેલ હોય તેવા સંજોગોમાં વેપારીઓએ 25 જાન્યુ. 2023 થી જેમાં સુધી અન્ડરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી દરેક વેપારીને દર મહિને50000 જેવી રોકડ રકમનું વળતર આપવામાં આવે તેમજ આ સમય દરમ્યાન પાલિકા દ્વારા ઉધરાવાતી દુકાનો અને પરના મિલક્ત સંબંધિત તમામ વેરા માફ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે આ મુદ્દે ખાસ તો ચાર ચોક ના તમામ વ્યાપારીઓ ની વ્યથા પર વિચારણા કરી યોગ્ય વળતર મળશે તો આવનારા સમય માં કોઈ અઘટિત ઘટનાઓ ઘટતી અટકશે આ બાબતે અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવામાં નહીં આવે તો 60 દિવસના સમય મર્યાદા બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે તેવી વેપારીઓએ ચીમકી ઉચ્ચાંરી છે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)