કેશોદ આંબાવાડી ખાતે ગજાનન ગૃપની મહિલાઓએ ગણેશોત્સવ નિમિતે ભાગવત સપ્તાહ પ્રસંગે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ યોજ્યો.

કેશોદ

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ બગીચા નજીક અદાણી પરા, શેરી નંબર 4 માં ગજાનન ગ્રુપની મહિલા મંડળ દ્વારા ગણેશોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનયજ્ઞના વક્તા તરીકે શાસ્ત્રી બીરજુપ્રસાદ એસ. ઉપાધ્યાય કથા રસપાન કરાવી રહ્યાં છે જેઓનું સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા ટ્રસ્ટી જયેશભાઈ દવે અગ્રણી આગેવાનો પ્રફુલ્લભાઈ પંડ્યા, રામજીભાઈ મોકરીયા, જયેશભાઈ વ્યાસ દ્વારા શાલ ઓઢાડી ખેસ પહેરાવી હર હર મહાદેવના નાદ સાથે સન્માન કર્યું હતું. તારીખ આઠમી સપ્ટેમ્બર ના રોજ શરૂ થયેલી કથાની પૂર્ણાહુતિ તારીખ ચૌદમી સપ્ટેમ્બરના રોજ થયેલી છે તે પહેલાં કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ આયોજીત કરવામાં આવતાં મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો જોડાયા હતા.

આ વિવાહ પ્રસંગે ભગવાનના સામૈયા વખતે ભાવિકોએ સંગીતના સથવારે રાસ ગરબા લીધા હતાં અને ભગવાનનો જયઘોષ કરતાં વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ગણેશોત્સવ દરમ્યાન આયોજીત કથા રસપાન દરમ્યાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, શ્રી હૂંડી સહિતના ઈશ્વરના પ્રાગટય અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા. આ કથા પ્રસંગ સફળ બનાવવા મહિલા મંડળના યોગીતાબેન અને અનીતાબેન સહિતના મહિલા સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કેશોદના આંબાવાડી વિસ્તારમાં અદાણીપરા શેરી નંબર ચાર મા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સંગીતમય શૈલીમાં શાસ્ત્રી બીરજુપ્રસાદ એસ ઉપાધ્યાય ના મુખેથી મધુર વાણી સાંભળી યજમાન પરિવાર સહિત સૌ રહીશો ભાવિકો ભક્તો એ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)