કેશોદ ઈસ્માઈલી મોમીન સમાજ દ્વારા રકતદાન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી.

કેશોદ

દેશભરમાં આજે ૭૮મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેશોદમાં ઈસ્માઈલી સિવિલ ઈન્ડિયા કાઉન્સિલ કેશોદ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે રક્તદાન શિબિર નું આયોજન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેશોદના ગાંધીનગર સોસાયટીમાં આવેલાં ડાયમંડ હોલ ખાતે ઈસ્માઈલી મોમીન સમાજ દ્વારા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંક ના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં કેશોદ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં ઈસ્માઈલી મોમીન સમાજ ના ભાઈઓ બહેનો ઉત્સાહભેર બહોળી સંખ્યામાં જોડાયાં હતાં. આજના તબીબી સારવાર અર્થે આકસ્મિક ઘટનાઓ, થેલેસેમીયા પીડીતો અને સગર્ભા મહિલાઓ ને જરૂરિયાત મુજબ લોહી આપવાની જરૂરિયાત ઉભી થાય છે

ત્યારે કેશોદ ઈસ્માઈલી મોમીન સમાજ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી રક્તદાન કરી કરતાં અન્ય સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. કેશોદ આસપાસના વિસ્તારમાં ઈસ્માઈલી મોમીન સમાજ વર્ષોથી વસવાટ કરે છે અને સામાજિક સ્તરે હળીમળી ગયેલ છે કોરોના મહામારી દરમ્યાન જરૂરતમંદોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈસ્માઈલી સિવિલ ઈન્ડિયા કાઉન્સિલ કેશોદ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાયેલા રક્તદાન શિબિરમાં સહભાગી બનેલાં સર્વે રક્ત દાતાઓ નો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)