કેશોદ ખાતે અન્ડરબ્રિજ ગડર આવી પહોંચતાં તેને કુમ કુમ તિલક કરી આવકારાયાં

કેશોદ અન્ડરબ્રિજની ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવું શહેરીજનો ઇચ્છી રહ્યાં છે ત્યારે ગડર વાંકે અટકેલા અન્ડરબ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાતાં ગડર આવી પહોંચતાં કેશોદ શહેર જાગૃત સમિતિના હમીરભાઇ ભેડા, વિનુભાઈ અગ્રાવત, કાંતિભાઈ બુટાણી, કાંતીભાઈ ડાભી સહિતનાઓએ ગડર ઉપર કુમ કુમ તિલક કરી ગડરને આવકાર્યા હતાં.

આ ગડર જે ટ્રકમાં લાવવામાં આવેલ તે ટ્રકના ડ્રાયવર તેમજ આ કામમાં સહકાર આપનાર જીયુડીસી અને રેલવે વિભાગના ઇજનેરના હારતોરા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગડર આવતાં અન્ડરબ્રિજની કામગીરી માર્ચ મહિનામાં પુરી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગડર આવતાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયાને કરેલ રજૂઆત સફળ બનતાં પૂર્વ તરફની સમિતિએ ખુશી વ્યક્ત કરી હતી. આ અન્ડરબ્રિજ બનતાં શહેરીજનોની બંને દિશા તરફ અવરજવર કરવી સરળ બનશે.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)