કેશોદ, તા. ૧૫ મે:
કેશોદ તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ તથા કેશોદના હ. વિરમભાઇ કરંગીયા અને હરસુખભાઈ જોશીની સહયોગથી તા. ૧૮ મે ૨૦૨૫ રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી કેશોદમાં જલારામ મંદિરે નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની શ્રી રણછોડદાસજી હોસ્પિટલ સહભાગી છે. કેમ્પનું દિપ પ્રાગટ્ય સવારે ૯ વાગ્યે થશે.
આ સાથે સરકારી હોસ્પિટલ, કેશોદ અને એન.સી.ડી. વિભાગના સૌજન્યથી નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. તેમજ પારિતોષ પટેલ, ડો. શ્વેતા પટેલ મહાદેવ આયુર્વેદીક ક્લિનિક અને સોંદરવા રતન મેમ દ્વારા લેઝર સ્ટ્રિક મશીનથી સંપૂર્ણ નિ:શુલ્ક બોડી ચેકઅપ સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ કેમ્પમાં જોડાવા માટે સંસ્થા તરફથી સર્વેને હાર્દિક આહવાન કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે શ્રી દિનેશ કાનાબાર (મોબાઇલ: 99139 56273)નો સંપર્ક કરી શકાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ