કેશોદ ખાતે ટ્રેનના ઈંજિનમાં ટેક્નિકલ ફોલ્ટથી આગ, પાયલોટની તાત્કાલિક કાર્યવાહીથી બચાવ

કેશોદ, તા. ૦૬ મે ૨૦૨૫:
કેશોદ રેલવે સ્ટેશન પર જબલપુર-ઇન્દોર-સોમનાથ દ્વારા આવતા ટ્રેનમાં ટેક્નિકલ ફોલ્ટને કારણે ઈંજિનના નીચેથી આગ લાગવાનું દુર્ઘટના બની હતી. આ ઘટના કેશોદ પહોંચ્યા બાદ ટ્રેનની ઈંજિનના જનરેટર સાઈડમાં આગ લાગી.

ટ્રેનના પાયલોટ દ્વારા તાત્કાલિક અને સમયસૂચક કાર્યવાહી કરવામાં આવી, જેમાં અગ્નિ સામક બોટલના માધ્યમથી આગને કાબૂમાં લેવાઈ. આ પગલાં કારણે ટ્રેનના અન્ય સાધનો અને યાત્રીઓને કોઈ નુકસાન થવા કરતાં બચાવ કરવામાં આવ્યો.

આ ઘટનાના પગલે, ટ્રેનને યોગ્ય રીતે ચકાસી અને સ્થિતિસ્થાપક થવા પર ટ્રેન સોમનાથ તરફ જવાનું ફરીથી શરૂ કરી દીધું.

અહેવાલ :રાવલિયા મધુ, કેશોદ