કેશોદ ખાતે હર વર્ષ ની જેમ આવર્ષે પણ અમરાવતી ના સંત 1008 સતગુરુ શિવ ભજનજી મહારાજ ના રૂડા આશીર્વાદ થી ડો સંતોષ કુમાર સાહેબ ના સાનિધ્ય માં શિવ ધારા સમિતિ કેશોદ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું, પ્રથમ દિવસ ના રોજ શીવધારા અમૃત પાઠ બાદ પુ. સાંઈ સંતોષ કુમાર સાહેબ દ્વારા સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ મહા આરતી ફૂલો ની હોળી દ્વિતીય દિવસ ના રોજ સવાર થી જ પૂ. સાંઈ સંતોષ કુમાર સાહેબ દ્વારા પૃછા ( પ્રશ્નોતરી ) અમરાવતી સ્થિત આશ્રમ ખાતે ચાલતી આયુર્વેદિક હોસ્પીટલ ની દવા ની જાણકારી અને વિતરણ, બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ,બાદ મહા આરતી, ફૂલો ની હોળી, સત્સંગ બાદ સૌ આવનાર NGO ના ટ્રસ્ટીઓ તેમજ મહેમાનો નું અદકેરું સ્વાગત સાથે શિવ ધારા મહોત્સવ માં સંગીત સંધ્યા બાદ આવનાર તમામ અતિથીઓ એ સમૂહ પ્રસાદ લીધો હતો.
અહેવાલ : રાવલિયા મધુ (જૂનાગઢ)