🎉🙏 “કેશોદ ખાતે સંત ખાનુરામ સાહેબનો 32મો વર્ષી ઉત્સવ અને 25મો સમૂહ જનોઈ ઉત્સવ ઉજવાયો” 🎉🙏
📍 કેશોદમાં પૂજ્ય સંત ખાનુરામ સાહેબનો 32મો વર્ષી ઉત્સવ અને 25મો સમૂહ જનોઈ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે સંત ખાનુરામ મંદિરમાં સૌરાષ્ટ્ર પ્રાંતના બધા સંતો ઉપસ્થિત રહ્યા. તેમાં પોરબંદર ગાદી નશીન ડાંદુ રામ સાહેબના સુપુત્ર મૂલણસાહ, ભાવનગરના ગિરીશ લાલ, અને 1008 નંદલાલ ફકીર સાહેબ સહિત અનેક સુપ્રસિદ્ધ સંતો પણ હાજર રહ્યા અને પધારેલા શ્રધ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા. 🌸
🎤 વિશેષ અતિથિ તરીકે કેશોદ 88 મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ અને પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પ્રવીણ ભાલારા પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને દીપાવ્યો. 🔥
🎶 ત્રી દિવસીય કાર્યક્રમમાં રાજકોટની સિંધી મ્યુઝિકલ પાર્ટી અને સોનુ મ્યુઝિકલ ગ્રુપ લખનઉ દ્વારા સિંધી ભજન અને સત્સંગની ધૂમ મચાવી હતી. 🎵
📅 આજના રવિવારના દિવસે, સમૂહ જનોઈ અને સમૂહ પ્રસાદના કાર્યક્રમ સાથે ઉત્સવનો સમાપન કરવામાં આવ્યો. 🕊️
📜 અહેવાલ : રાવલિયા મધુ, (કેશોદ)