કેશોદ ખાતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા મહા રેલી બાદ ડે.કલેકટર ને આવેદન અપાયું

કેશોદ ખાતે નીલકંઠ મંદિર ના પટાંગણ માં સર્વ હિન્દૂ સમાજ ના લોકો સાથે મળી મૌન સ્વરૂપે કેશોદ ના રાજ માર્ગ પર ફરી અને શરદ ચોક ખાતે પહોંચી સર્વે લોકો એ બાંગ્લાદેશ ખાતે શેખ હસીના સરકારને અલોક તંત્રીક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દૂ સમાજ પર ના હત્યાચારો માં ખુબજ વધારો થયો છે


તેમજ હિન્દૂ ના ધાર્મિક સ્થાનો ને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યા ના બનાવો માં ખુબજ વધારો થઈ રહ્યો છે જબરદસ્તી ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખુબજ ચિંતા જનક હોય અને આંતર રાષ્ટ્રીય હિન્દૂ સમાજ માટે પણ શરમ જનક હોય આ બાબતો પર ભારત સરકાર ની જવાબદારી પણ બને છે કે પોતાના નાગરિકો ની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકાર ના અત્યાચારો ને રોકવામાં આવે ,અત્યાચારના વિરોધમાં ઇસ્કોન મંદિર ના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસ જીના નેતૃત્વમાં શાંતિ પૂર્ણ વિરોધ કરતા હિન્દૂ ઓ પર પણ અત્યાચાર કરી પૂજય સંતો ને ખોટીરીતે જેલ માં ધકેલી દેવામાં આવે છે જે કૃત્ય પણ અમાનવીય હોય માટે આજરોજ કેશોદ ખાતે સર્વ હિન્દૂ સમાજ દ્વારા બાઇક રેલી સ્વરૂપે કેશોદ ડે.કલેકટર ને આવેદન આપવામાં આવેલ છે વહેલી તકે હિન્દૂ સમાજ પર થતા અત્યાચારો બંધ થાય તે બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી હતી

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)