કેશોદ ખાતે સિંધી ગુરુ ભાભા નંદલાલ ફકીર સાહેબ નો 16 મોં વરસી ઉત્સવ ઉજવાયો!

કેશોદ ખાતે આજરોજ એરપોર્ટ રોડ પર આવેલ સંત ખાનુરામ મંદિર ખાતે સિંધી યુવા પ્રમુખ કિશોર કુમાર ઠાકુમલ ડોડવાણી ના ઘરે થી 5.30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી અને એરપોર્ટ રોડ પર આવેલ સંત ખાનુરામ મંદિર ખાતે આજરોજ સમસ્ત સિંઘી સમાજ મળી ભાવનગર ના સંત પરમ પૂજ્ય 108 નંદલાલ ફકીર સાહેબ નો 16 માં વરસી ઉત્સવ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી,


શોભાયાત્રા બાદ સુખમણી સાહેબ સત્સંગ, કીર્તન, પાઠસાહેબ, ભોગ સાહેબ,મહા આરતી, બાદ લંગર પ્રસાદ, ઉલ્લાસ નગર ની પ્રખ્યાત સિંધી કલાકાર સંજુ ભગત અને ટિમ દ્વારા ભજન સંધ્યા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે,


અને આ કાર્યક્રમ માં પોરબંદર ના સંત ખાનુરામ મંદિર ના ગાદી નશીન સંત મુલણશા તેમજ ભાવનગર ના સંત ખાનુરામ મંદિર ના ગાદીપતી શંકુ શાઈ. તેમજ કેશોદ 88 મત વિસ્તાર ના ધારાસભ્ય દેવા માલમ તેમજ પૂર્વ ભાજપા પ્રમુખ પ્રવીણ ભલારા એ હાજરી આપેલ હતી તેમજ બહાર ગામ થી આવતા તમામ સીધી સમાજ ના લોકો દ્વારા પૂજ્ય નંદલાલ ફકીર સાહેબ નો વરશી ઉત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ હતો…

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ