આજરોજ કેશોદના સ્ટેશન રોડ ઉપર આવેલ આઝાદીના સમયથી કાર્યરત આઝાદ ખાતે રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાઓમાંથી 16 ધીમા વચ્ચે શૂટિંગ વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું આઝાદ કેશોદ ના પ્રમુખ હમીરસિંહ વાળા ના જણાવ્યા પ્રમાણે આ સ્પર્ધા દ્વારા આવનાર ખેલ મહાકુંભ 2024-25 ના ભાગરૂપે રાખવામાં આવેલી છે
આ સ્પર્ધા દ્વારા ખેલાડીઓ ખેલ મહાકુંભ ની અંદર સિલેક્ટ થઈ અને રાજ્યકક્ષાએ રમી શકે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. કાર્યક્રમની શરૂઆત આઝાદ ટ્રસ્ટી હરીશભાઈ ચાંદરાણી દિનેશભાઈ કાનાબાર પૂર્વ પ્રમુખ ડો રાજેશ સાંગાણી હાલના પ્રમુખ હમીરસિંહ વાળા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલી હતી આ સ્પર્ધામાં ટ્રોફી શિલ્ડ તથા ઇનામ ડોક્ટર રાજેશ સાંગાણી હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા હતા તથા મોમેન્ટો વિજેતા ટીમને ડાયાભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ હતાં
સમગ્ર કાર્યક્રમનું સંચાલન લશ્કરી સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી જીગ્નેશ ચોવટીયા તથા કેશોદની વોલીબોલ ના સભ્યો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવેલ હતી.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)