🌟 “કેશોદ ખાતે સ્વ. હરદાસ મેસુરભાઈ મેમોરિયલ જનસેવા કાર્યાલય ધારાસભ્યના હસ્તે ખુલ્લું મુકાયું” 🌟
📍 કેશોદ ના ફુવારા ચોક ખાતે આજરોજ કેશોદ 88 મતવિસ્તારના ધારાસભ્ય દેવા માલમના વરદહસ્તે સ્વ. હરદાસ ભાઈ મેસુરભાઈ ભોપાળા મેમોરિયલ જન સેવા કાર્યાલય નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
🙏 જીવીબેન હરદાસ ભાઈ ભોપાળા અને તેમના પુત્રો ચિરાગ ભોપાળા અને પાર્થ ભોપાળા દ્વારા, તેમના પિતાના સ્વપ્નને સાકાર કરતા વોર્ડ નંબર 8 ના લોકો માટે સુખાકારી અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે.
👥 આ અવસર પર કેશોદ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ ભાઈ મકવાણા, વોર્ડ 8ના લોકો અને કેશોદના વિવિધ સુજ્ઞ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
💼 આ કાર્યાલયમાં લોકો માટે વિશ્વસનીય અને નિઃશુલ્ક સેવાઓ ઉપલબ્ધ થશે, જેમ કે:
1️⃣ વિધવા પેંશન, વૃદ્ધ પેંશન, અને અન્ય સરકારી યોજનાઓના ફોર્મ ભરવામાં આવશે.
2️⃣ રેશન કાર્ડની કામગીરી – નામ બદલી અને નવા રેશન કાર્ડ માટે.
3️⃣ ચૂંટણી કાર્ડમાં સુધારણા, આવકના દાખલા, રહેઠાણના દાખલા, અને સરકારી ભરતી ફોર્મ ભરવામાં આવશે.
🏛️ આ જન સેવા કાર્યાલયની શરૂઆત એ એહમ પગલું છે જે નગરપાલિકા અને સરકારી સેવાઓને લોકો સુધી પહોંચાડશે, અને તાત્કાલિક ધોરણે નગરપાલિકા ના લોક પ્રશ્નોનું નિકાલ કરવામાં આવશે.
🍽️ કાર્યક્રમના અંતે, હજારો લોકોની હાજરી વચ્ચે આલ્પાહાર આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
📜 અહેવાલ : રાવલિયા મધુ, (કેશોદ)