કેશોદ તાલુકા ના ડેરવાણ ગામની પ્રાથમિક શાળા માં કેશોદ ના રહીશ વરજાગભાઈ કાનગડ નો વિદાય સમારંભ યોજાયો.

કેશોદ

કેશોદ તાલુકાના ડેરવાણ ગામે વય મર્યાદા ને કારણે નિવૃત્ત થતા વરજાંગભાઈ કાનગડ નો વિદાય સમારંભ ડેરવાણ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલો હતો

કાર્યક્રમની શરૂઆત ડાયઝ પર બિરાજમાન મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ ત્યારબાદ સમૂહ પ્રાર્થના બોલવામાં આવી હતી અને પ્રાથમિક શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતુ શાબ્દિક સ્વાગત શાળાના શિક્ષક મનીષભાઈ બોરખતરીયા દ્વારા કરવામાં આવેલ તેમજ મહેમાનોમાં, બી.આર.સી ભરતભાઈ નંદાણીયા, કે. ની. કરસનભાઈ મુછાળ, હુસેનભાઇ સેતા, રાજુભાઈ ખાંભલા વગેરેનું સ્વાગત પુષ્પગુચ્છ થી કરવામાં આવેલ હતું હાલમાં ડેરવાણમાં વહીવટદાર શાસન હોવા છતાં પણ આ કાર્યક્રમ માં એક જ ગામના ભૂતપૂર્વ છ સરપંચોની હાજરી નોંધપાત્ર જોવા મળેલ હતી જે મહાનુભાવો ની હાજરી પર થી જણાઈ આવ્યું હતું કે શિક્ષણ જગત માં કઈક અલગ જોવા મળ્યું હતું

શૈક્ષણિક ક્ષેત્રે શ્રી વરજાંગભાઈ કાનગડ ની સેવાઓની શાળાના શિક્ષકો ગામના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવેલ હતી તેમની ડેરવાણ ગામ માજ 26 વર્ષ ની સેવાઓને શાળા પરિવાર કાયમી યાદ કરશે તેવું સ્ટાફ દ્વારા જણાવવામાં આવેલ હતું

અંતમાં શાળાની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવેલું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના મદદનિષ શિક્ષિકા સંગીતાબેન દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રસિદ્ધ ઉદઘોષક હસુભાઈ લશ્કરી દ્વારા કરવામાં આવેલ હતું

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)