જૂનાગઢઃ
કેશોદ તાલુકાના એકલેરા ના સરપંચ અને ગ્રામ જનો મળી રોડ મુદ્દે આવેદન અપાયું…
જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકાના એકલેરા ના સરપંચ અને ગ્રામ જનો મળી કેશોદ આર&બી અધિકારી સોલંકી સાહેબ ને આવેદન આપી રજુઆત કરી જણાવેલ હતું કે એકલેરા ગામ થી કેવદરા આવવા માટેનો રસ્તો બે વર્ષ પહેલા નો બિસમાર હાલત માં હોય ત્યારે બે વર્ષ પહેલાં પણ આવેદનો આપવામાં આવેલ ત્યારે થી આજ દિન સુધી લોકો હજી પણ સહન કરતા જ આવ્યા છે પરંતુ હાલ તો લોકો ને કોઈ રસ્તા બાબતે કોઈ પણ જગ્યા એવી છેજ નહિ કે ત્યાં રજુઆત ના કરી હોય હાલતો રસ્તા માં ચાલવું કેમ એ મુખ્ય મુદ્દો બની ગયો હોય તો આજરોજ ફરી આવેદન આપી રજુઆત કરી છે અને એ પણ જણાવેલ છે કે આગામી સમય માં જો રોડ ની કામગીરી નહિ કરવામાં આવેતો ટુક સમય માજ ચોમાસુ માથે મંડાણ કરવા જઈ રહ્યુ છે.
એકલેરા ગામ માં કોઈ પણ બીમાર પડ્યે જવાબદારી કેશોદ આર &બી ડિવિઝન ની રહેશે..
કેવદરા એકલેરા રોડ ઘણો સમય અગાઉ સરકાર શ્રી દ્વારા મંજુર કરવામાં આવેલ છે જેમનો વર્ક ઓર્ડર પણ તા4-10-2023 ના રોજ આપે ગયો છે જેમાં રોડ ની સાઈડ માં RCC ની દીવાલ પણ પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ પેવર નું કામ અધિકારીઓ ની મેલી મુરાદ ના કારણે આ કામ અટકી રહ્યા ની વાતો મળી રહી હોય તો હાલ ગ્રામ જનો દ્વારા જણાવ્યા પ્રમાણે આગામી સમય માં જો કામગીરી નહી કરવામાં આવે તો આવનાર સમય માં કોઈ પણ પ્રશ્ને જવાબદાર તંત્ર ની જવાબદારી રહેશે જે સનાતન સત્ય છે..
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)