કેશોદ તાલુકાના ચર ગામે ભાદરવા મહિનાના સોમવાર એટલે કે વીર વછરાજ દાદા ની જન્મ જયંતી નિમિત્તે સદંતર બંધ પાળવામાં આવ્યો હતો.

કેશોદ

ચર ગામની અંદર તમામ ખેડૂતોએ પોતાના કામ ધંધા બંધ રાખ્યા હતા તેમજ વેપારી લોકો એ દુકાનો બંધ રાખી અને ગામને સહયોગ આપ્યો હતો ચર ગામની અંદર દર વર્ષે પહેલો અને છેલ્લો સોમવાર આ બંને સોમવારના દિવસે ગામ બંધ પાડે છે આ બંધ પાડવાનું કારણ વિર વછ્છરાજ દાદા ના મંદિર ના લાભાર્થે તેમ જ એવું કહેવામાં આવે છે કે હડકાયા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ રહેતો હતો જ્યારે આ બંધ પાડવાથી તે ખૂબ જ ઓછું થઈ ગયું છે અને હાલમાં કોઈપણ હડકાયું કૂતરું થતું નથી આવી માન્યતાઓને લીધે આ ચર ગામ ભાદરવાના પહેલો અને છેલ્લો આ બંને સોમવાર બંધ પાળે છે અહીંયા વછરાજ ગ્રુપ તરફથી એક સ્ટોલ પણ ખોલવામાં આવે છે જ્યાં નાસ્તા દૂધ છાશ તેમજ ચા પાણી વગેરે મળી રહે છે અને તેમાં થતો તમામ વેપાર મંદિરના લાભાર્થે વાપરવામાં આવે છે આ ગામની અંદર તમામ જ્ઞાતિના લોકો રહે છે જે બધા સાથે મળી અને હર્ષ અને ઉલ્લાસભેર બંધ પાડે છે આ તકે તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ ચુડાસમા પણ બંધ પાડવામાં સહયોગ આપી અને આનંદની લાગણી અનુભવે છે તેમજ વીર વછરાજ દાદા ની જન્મ જયંતી નિમિત્તે તમામ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)