કેશોદ તાલુકાનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નીવારણ કાર્યક્રમ તા.૨૪ જુલાઇના યોજાશે.

જૂનાગઢ

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેશોદ તાલુકા માટે સ્વાગત ઓનલાઇલ કાર્યક્રમ તા.૨૪-૦૭-૨૦૨૪ (બુધવાર) સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી, કેશોદ તાલુકા સેવા સદન, માંગરોળ રોડ, કેશોદ ખાતે યોજાશે તથા ગ્રામ્ય કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ સબંધિત ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં અરજી રજુ કરવા લોકોને તાલુકા મથકે આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટીને દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી શકશે.

આ કાર્યક્રમમાં અરજદાર મુદ્દત બાદની અરજીઓ, અસ્પષ્ટ રજૂઆત વાળી અરજીઓ, કચેરીના એક કરતા વધુ વિભાગીય પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ-સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ કેશોદ મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)