જૂનાગઢ,મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેશોદ તાલુકા માટે સ્વાગત ઓનલાઇલ કાર્યક્રમ તા.૨૪-૧૨-૨૦૨૪ (મંગળવાર) સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી, કેશોદ તાલુકા ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં અરજદાર મુદ્દત બાદની અરજીઓ, અસ્પષ્ટ રજૂઆત વાળી અરજીઓ, કચેરીના એક કરતા વધુ વિભાગીય પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ-સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ કેશોદ મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)